અરવલ્લીમાં લોકડાઉન વચ્ચે માલપુર તાલુકાના બે ગામમાં કરિયાણાની દુકાનોમાંથી માત્ર ખાદ્યચીજોની ચોરી
૧૩ દિવસથી લોકડાઉન કોરોનાને લઈને સમગ્ર ભારતમાં છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ચોરો પણ લોકડાઉન થઈ ગયા હતા, પરંતુ લોકડાઉન વચ્ચે પણ માલપુર તાલુકામાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને કરિયાણાની દુકાનમાંથી માત્રને માત્ર ખાદ્યચીજોની જ ચોરી કરી હતી. ચોરીને પગલે દુકાનદારોએ માલપુર પોલીસને જાણ કરી હતી.
માલપુર તાલુકાના અણિયોર અને સાતરડા ગામે કરિયાણાની દુકાનમાં ગત રાત્રીએ તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને દુકાનમાંથી માત્ર ખાદ્યચીજોની જ ચોરી કરી હતી. જો કે કોરોનાના લોકડાઉનની અસર વર્તાતા ખાદ્યચીજોની ચોરી કરી હોવાની આશંકા પ્રવર્તી રહી છે. સરકાર દ્વારા લોકોને અનેક સહાયો આપવામાં આવી રહી છે અને કેટલીય સેવાભાવી સંસ્થાઓ પણ ગરીબોને ત્યાં કરિયાણાની કીટનું વિતરણ પણ કરી ર…
કેતન પ્રણામી અરવલ્લી
