અરવલ્લીમાં કલેક્ટરના જાહેરનામાનો ઉલાળિયો કરતા કેટલાક વેપારીઓ : પોલીસતંત્ર અને સ્થાનિકતંત્રના આંખ આડે કાન
કેતન પ્રણામી અરવલ્લી
રાજ્ય સરકારે અને જિલ્લા વહીવટી તંત્રએ ૨૬ એપ્રિલ થી સરકારી નિયમોને આધીન છૂટછાટ આપવામાં આવતા સોમવારે ૩૫ દિવસથી થંભી ગયેલ મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લો પુનઃ ધબકતો થયો હતો. વેપારીઓએ અને લોકોએ છૂટછાટ મળતાની સાથે જ જાણે બિન્દાસ્ત બન્યા હોય તેમ સોશ્યલ ડીસ્ટન્સની પરવા કર્યા વગર ફરતા અને ડબલ સવારી બાઈક ચાલકો રખડતા જોવા મળ્યા
હતા.શનિવારે લોકડાઉન હળવું કરવા અંગે પ્રથમ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યા બાદ અરવલ્લી જીલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડવામાં આવતા જેના પગલે સોમવારે સરકારના પરિપત્ર મુજબ ખોલવાની થતી દુકાનો સહીત પ્રતિબંધ હોવા છતાં કપડાં,પગરખાં,વાસણ ભંડાર અને સાડીની દુકાનો પણ ખુલ્લી જોવા મળતા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ઉલાળિયો જોવા મળ્યો હતો.
પોલીસતંત્ર અને સ્થાનિક તંત્ર પણ આંખ આડે કાન કરતા કેટલાક વેપારીઓએ નિયમોની ઐસીતૈસી કરતા કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી લોકોની જિંદગી સામે જોખમ ઉભી કરી રહેલા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જરૂરી છે. મોડાસા નગરમાં કેટલાક વેપારીઓ જિલ્લા કલેક્ટરના જાહેરનામાને ઘોળી ને પી ગયા હતા. તો બીજીબાજુ લોકો પણ કોરોના સામે સભાન ન હોય તેમ બજારમાં ઉમટી પડતા અનેક વિસ્તારોમાં ભીડ જોવા મળી હતી. બેંક, એલઆઈસી અને એટીએમ માં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. પોલીસ અને સ્થાનિક પ્રશાસન તંત્રને સરકારના પરીપત્રનું ઉલ્લઘન કરી દુકાનો અને શો રૂમ ખુલ્લા રાખી તંત્રને ચેલેન્જ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા મોડાસા સહીત જીલ્લામાં માસ્ક કે મોઢા પર કપડું બાંધવાનું ફરજીયાત હોવા છતાં લોકો મોઢું ખુલ્લું રાખી ખરીદી કરવા ઉમટ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા ભાગની દુકાનો ખુલી હતી.