અરવલ્લી પોલીસે લોકડાઉન સાથે બુટલેગરો પર તવાઈ : ધનસુરા પોલીસે ૫,અને LCB પોલીસે કનાલના બુટલેગરોની ભઠ્ઠીઓ તોડી પાડી
કેતન પ્રણામી અરવલ્લી
લોકડાઉનમાં અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ ગાળતા બુટલેગરોએ રહેઠાણ સ્થળોએજ દારૂની ભઠ્ઠીઓ બનાવી દેશી દારૂના નશાનો કાળો કારોબાર ચાલવી રહ્યા છે. ધનસુરા પોલીસે લાલપુર,વડાગામ અને જામઠા ગામે દેશી દારૂનો વેપલો કરતા ૫ બુટલેગરોની દારૂની ભઠ્ઠીઓ તોડી પાડી હતી.
અરવલ્લી એલસીબી પોલીસે ધનસુરા પંથકમાં કનાલ ગામ નજીક પસાર થતી માઝુમ નદીના કિનારે ધમધતી દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડી ૫ બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અરવલ્લી એલસીબી પી.આઈ મનીષ વસાવા અને તેમની ટીમે કનાલ ગામ નજીક માઝુમ નદીના પટમાં દેશી દારૂનો ગૃહ ઉદ્યોગ ની જેમ મોટા પ્રમાણમાં ભઠ્ઠીઓ ધમધમાંથી હોવાની બાતમીના આધારે રેડ કરતા બુટલેગરો પોલીસ રેડ જોઈ ફરાર થઈ જતા દેશી દારૂ ગાળવાનો વોશ લીટર-૭૨૦ કીં.રૂ.૧૪૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરી (૧ જશુભાઇ ચંદુભાઇ પરમાર,૨)જીન્દુજી સબાજી પરમાર,૩) જયેશભાઇ કાળાભાઇ પરમાર,૪) સંજયકુમાર ફુલાજી પરમાર,અને ૫)રણજીતસિંહ બાલાજી પરમાર નામના બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.ધનસુરા પીએસઆઈ કે.એસ.સિસોદિયાએ લાલપુર ગામે દેશી દારૂનો વેપલો કરનાર ૧)વદનસિંહ વક્તુસિંહ મકવાણા ઘરેથી દેશી દારૂ સહીત મુદ્દામાલ મળી રૂ.૬૪૦/-,૨) જગતસિંહ ભીખુસિંહ મકવાણા દેશી દારૂ સહીત મુદ્દામાલ મળી રૂ.૮૦૦/- તથા જામઠા ગામે હાથીભાઈ જવાનભાઈ પરમાર દેશી દારૂ સહીત મુદ્દામાલ મળી રૂ.૨૧૦૦ તેમજ વડાગામ ગામે દેશી દારૂનો અડ્ડો ચલાવતા પ્રવીણભાઈ વસંતભાઈ નાડીયા ના ઘરેથી ૬૦૦ રૂપિયાનો ૩૦ લીટર દારૂ અને મંગલસિંહ રતનસિંહ ચૌહાણ દેશી દારૂ સહીત મુદ્દામાલ મળી રૂ.૧૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી રેડ દરમિયાન રફુચક્કર થઈ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.