TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી SP મયુર પાટીલ અને યુવાનોના ગ્રુપે જરૂરિયાતમંદ પરિવારોને ૫૦૦ થી વધુ લોકોને શાકભાજી નું વિતરણ કર્યુ

કેતન પ્રણામી અરવલ્લી 




લોકડાઉનની કડક અમલવારી વચ્ચે શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોની હાલત દયનિય બની રહી છે. અરવલ્લી જીલ્લામાં વહીવટી તંત્ર, પોલીસતંત્ર અને સેવાકીય સંસ્થાઓ સતત મદદનો ધોધ વહાવી રહી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં શહેરના યુવાનો અને પોલીસ પરિવાર દ્વારા જીલ્લા પોલીસવડા


મયુર પાટીલ, મોડાસા ટાઉન પીઆઇ સી.પી.વાઘેલા ઉપસ્થિતિમાં ૫૦૦ થી વધુ લોકોને શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસતંત્ર અને યુવાનો જરૂરિયાતમંદ લોકોના ઘરે-ઘરે શાકભાજી કીટ વિતરણ કરવા પહોંચતા લોકડાઉનની સ્થિતિમાં શાકભાજી મોંઘી થતા ખરીદવી દોહેલી બની છે. ત્યારે શાકભાજી નિઃશુલ્ક મળી રહેતા  જરૂરિયાતમંદ પરિવારોમાં આનંદ છવાયો હતો.