TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા: બસસ્ટેન્ડ પાસેની લીઓ પોલીસચોકી પર માનસિક બીમાર યુવકે પથ્થરમારો કરી પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી

કેતન પ્રણામી અરવલ્લી 




મોડાસાના જુના બસસ્ટેન્ડ નજીક આવેલ લીઓ પોલીસ ચોકી પર ગુરુવારના રોજ એક શખ્શે મારી વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કેમ લીધી છે તેમ કહી પોલીસ ચોકી ઉપર પથ્થરો ફેંક્યા હતા.પોલીસ ચોકી પર હાજર પોલીસ કર્મચારી તેમજ ટીઆરબી જવાનોએ તેને અટકાવવા જતા પોલીસ કર્મીઓ અને ટીઆરબી જવાનો સાથે ઝપાઝપી કરતા સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું  પોલીસે યુવકને દબોચી લઈ ટાઉન પોલીસ મથકે લઈ જઈ પુછપરછ કર્યા બાદ તેના પરિવારને બોલાવ્યો હતો જેમાં પરિવારે યુવક માનસિક બીમાર હોવાથી ગેરવર્તણૂક કરી હોવાનું જણાવતા અને પોલીસને પણ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાની જાણ થતા



માનવતાવાદી અભિગમ દાખવી પરિવારજનોને સુપ્રત કર્યો હતો.મોડાસાના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ લીઓ પોલીસ ચોકી પર ગુરુવારે સાંજના સુમારે માનસિક બીમારી થી પીડાતા  એક શખ્શે આવીને મારી ઉપર ફરિયાદ કેમ દાખલ કરી છે તેમ કહી નજીકમાં પડેલ પથ્થરો લઈ લિઓ પોલીસ ચોકી પર ઝીંકતા પોલીસ ચોકી પર પથ્થરો ફેંકાતા શખ્શને ફરજ ઉપરના પોલીસકર્મી અને ટીઆરબી સ્ટાફે અટકાવતા તેમની સાથે મારામારી પર ઉતરી આવતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા આખરે પોલીસે યુવકની અટકાયત કરી ટાઉન પોલીસ મથકે લાવ્યા હતા. જ્યાં તેની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ મહંમદ મજર મો.ફારૂક મીર્ઝા (રહે.આઈ.જી.બંગલોઝ, ભેરૂન્ડા રોડ, મોડાસા) હોવાનું જણાવ્યું હતું. જેને આધારે પરિવારને પોલીસ મથકે બોલાવતાં પરિવારે આ શખ્શ માનસીક બિમાર હોવાનું જણાવ્યું હતું અને તેની અમદાવાદ ખાતે સારવાર ચાલતી હોવાનું પણ જણાવ્યું હતું. પરિવારે આ શખ્શ હવે આવું કૃત્ય નહીં કરે અને અમે તેની પુરેપુરી તકેદારી રાખીશું તેમ જણાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાનું ટાળ્યું હોવાનું ફરજ પરના પીએસઓએ ટેલિફોનિક પૂછપરછમાં જણાવ્યું હતું.