માલપુર પાસે ટ્રક-ટેન્કરની અથડાયા. મામેરુ લઈને જતા પરિવાર જનોને અકસ્માત નડયો લોકો નદીમાં ખાબકયા
બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી
વાહન ચાલકની એક નજીવી ભૂલ કમોતનું કારણ બની જાય છે. આવો જ વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માત અરવલ્લીના માલપુર વાત્રક બ્રિજ પર બન્યો હતો. જેમાં મેઘરજના બેલ્યો ગામથી ટ્રેકટરમાં મામેરું લઈને જતા પરિવારના ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૫ જેટલા લોકો નદીમાં ખાબક્યા હતા. ૨૨ જેટલા લોકોના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. માલપુર
પોલીસ,૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યૂલન્સ અને મોડાસા ફાયર બ્રિગેડની ટિમ ઘટનાસ્થળે પહોંચી હતી. ૧ સગીર યુવકની લાશ મળી આવી હતી હજુ અન્ય ૪ લોકોના મૃતદેહ શોધવા તંત્રએ સઘન તપાસ હાથધરી હતી.સોમવારે રાત્રે મામેરામાં નીકળેલા પરિવારના ટ્રેક્ટરને અકસ્માત નડતા ટ્રેક્ટરમાં બેઠેલા ૫ લોકો નદીમાં ખાબકતા અને ૨૨ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા હાઈવે પર ચક્કાજામ થવાની સાથે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાતા સતત ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યૂલન્સ અને અન્ય એમ્બ્યૂલન્સના સાયરનના અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. લગ્ન પ્રસંગ માતમમાં છવાયો હતો.ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમે હિમેશ પરમાર (ઉં.વર્ષ-૧૪) ની લાશ મળી આવતા પીએમ માટે માલપુર સીએચસીમાં ખસેડી અન્ય લોકોની શોધખોળ હાથધરી હતી.ટ્રેક્ટરમાં બેઠેલા ૫ લોકો નદીમાં ખાબક્યા હોવાનું જણાવતા લોકોએ ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યૂલન્સ અને માલપુર પોલીસને જાણ કરતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી નદીમાં ડૂબી ગયેલા લોકોની
શોધખોળ હાથધરી હતીજીલ્લા પોલીસતંત્ર વહીવટી તંત્ર ફાયરબ્રિગેડ ટિમ અને સેવાભાવી લોકો આખી રાત વાત્રક નદી ખૂંદી નાખી હતી. ઘટનાની ગંભીરતાના પગલે એનડીઆરએફની ટીમ પણ ગાંધીનગરથી દોડી આવી નદીમાં ડૂબેલા લોકોની ભારે શોધખોળ હાથધરી હતી.

