TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્‍લામાં બોર્ડની પરીક્ષા માટે વહિવટીતંત્ર સજ્જ



બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી 



તારીખ૫માર્ચથીબોર્ડનીપરીક્ષાન
પ્રારંભ
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં  ૧૦,૦૫૭ અને વિજ્ઞાન પ્રવાહમાં ૨૩૦૮ વિઘાર્થીઓ પરીક્ષા આપશે
 ધોરણ ૧૦માં ૨૬  કેન્દ્રો પરથી ૨૨,૨૩૩ વિઘાર્થીઓ પરીક્ષા આપશે



મોડાસા-મંગળવાર રાજયમાં બોર્ડની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે  પોતાના ભવિષ્યની ચિંતા અને સારા ગુણ મેળવી ઉજ્જવળ કારકિર્દીની ઝંખના સાથે વિઘાર્થીઓ તન તોડ મહેનત કરી રહ્યાં છે. બીજી બાજુ વિઘાર્થીઓ નિર્વિઘ્ને અને સ્વસ્થ્ય સુયોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્‍લાના વહીવટી તંત્રએ પણ કમરકસી છે. જેને અનુલક્ષીને મગળવારના રોજ કલેકટર કચેરી ખાતે માન. કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરેની ઉપસ્થિતિમાં પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.




જેમાં આ વર્ષે ૦૫ માર્ચથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં અરવલ્લી જિલ્લામાં એસ.એસ.સી ના ૨૬ કેન્દ્રો પરથી ૨૨,૨૩૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ ૧૨ના  વિજ્ઞાન પ્રવાહમાં ૨,૩૦૮ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે સામાન્ય પ્રવાહના ૧૦,૦૫૭ વિઘાર્થીઓ પરીક્ષા આપશે. આ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે એસ,એસ,સીના મોડાસા ખાતે ઝોન  બનાવવામાં આવ્યા હોવાની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન એચ પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી મયુર પાટીલ, જીલ્લાના બસ ડેપો મેનેજરશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, અને બીજા અન્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.