અરવલ્લીમાં આખરે સાડા છ વર્ષે ડ્રાઇવિંગ ટ્રેક શરૂ કરાયો
બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જિલ્લાનું નિર્માણ થયાને સાડા છ વર્ષ જેટલો સમય વિતી ગયા પછી આખરે આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટ્રેક શરૂ કરવાની મંજૂરી મળી છે.અને સાડા છ વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે ટ્રેક કોમામાંથી બહાર આવી જતાં હવે ખુશી અરજદારોના ચહેરાઓ પર જોવા મળી હતી. અરવલ્લી
જિલ્લાની પ્રદેશિક વાહન વ્યવહારની કચેરીમાં લાઈસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટનો ટ્રેક શરૂ ન થતાં અરજદારોએ હાલાકીનો સામનો કરી રહ્યા હતા. કચેરીમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ હતી, પણ લાઇસન્સ ધારકોને ટેસ્ટ આપવા માટે સાબરકાંઠા સુધી જવું પડતું હતું. લાઇસન્સ ધારકોને કાચુ લાઇસન્સ તો જિલ્લાની પ્રાદેશિક કચેરીમાંથી ઇશ્યૂ થઇ જતુંપણ વાહન ટેસ્ટ આપવા માટે પચાસ કિલીમિટર
દૂર હિંમતનગર સુધી જવાનો વારો આવો હતો, જેને લઇને અરજદારોને નાણાં અને સમયનો વ્યય થતો હતો. પણ હવે જનતાને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે સાબરકાંઠા સુધી નહીં જવું પડે, કારણ કે, મોડાસામાં જ હવે ડ્રાઇવિંગ ટ્રેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે.

