TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા ટાઉન પોલીસે ટ્રેક્ટર ટ્રેલર સાથે આરોપીને દબોચી ટ્રેલર ચોરીનો ભેદ ઉકેલ્યો




૭ માર્ચે મોડાસાના હજીરા વિસ્તારમાં આવેલ મોડાસા એગ્રિકલચર વેલ્ડિંગ વર્ક્સ નામના કારખાના આગળથી રાત્રીના સુમારે ટ્રેક્ટરના ટ્રેલરની ચોરી થઈ હતી જેની ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશને નોંધાતા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઘટનાસ્થળે પહોંચી આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે બાતમીદારોની મદદ લીધી હતી સર્વલન્સની ટીમને બાતમી મળતા સહયોગ ચોકડી નજીક વોચ ગોઠવી દઈ ચોરીના વાદળી કલરના ટ્રેક્ટરના સાથે ચોરેલ ટ્રેલર લગાવી પસાર થતા પપ્પુ રામલાલ


કટારા(રહે,ગલન્દર,બિંચ્છીવાડા, રાજ) ને ઝડપી પાડી ટ્રેલર ચોરીના લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો. મોડાસા ટાઉન પોલીસે ચોરેલ ટ્રેક્ટર કીં.રૂ.૫૦૦૦૦૦/- તથા ટ્રેલર કીં.૭૦૦૦૦/- મળી કુલ રૂ.૫૭૦૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.મોડાસા ટાઉન પોલીસે ચોરીના ટ્રેલર સાથે ઝડપાયેલ પપ્પુ રામલાલ કટારાની સઘન પૂછપરછ કરતા ટ્રેક્ટર પણ રાજસ્થાનમાંથી એક અઠવાડિયા પહેલા ચોરેલ હતું અને અગાઉ પણ આરોપી ટ્રેક્ટર-ટ્રેલર ચોરી કેસમાં અને લૂંટમાં અઢી વર્ષ સુધી. જેલવાસ ભોગવી ચુક્યો હોવાનું સ્વીકાર્યું હતું

કેતન પ્રણામી અરવલ્લી