TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

કોરોના વાયરસ : અરવલ્લીના ૧૯૯૭ પોલીસ જવાનોનું થર્મલ સ્ક્રિનિંગ કરાયું.

કેતન પ્રણામી અરવલ્લી 


 
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ મચાવેલો આતંકની સામે જ્યારે સામાન્ય માનવી લાચાર થઈ ગયો છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં ધીમે-ધીમે કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે સમાજના ખરા યૌદ્ધાઓએ માતૃભૂમિનુ કર્જ ચુકવવા માટે એક ડગલું પણ પાછી પાની કરી નથી તેવા અરવલ્લી જિલ્લાના ૧૯૯૭ પોલીસ જવાનો ખડે પગે ઉભા રહી પોતાની દેશભક્તિનું ઉદાહરણ પુરૃ પાડી રહ્યા છે .

અરવલ્લી જિલ્લાના નજીક એવા સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો એક કેસ મળી આવતા તેમજ રાજસ્થાનને અડીને આવેલા એવા આ જિલ્લાની સરહદો પર પોતાના આરોગ્યની પરવા કર્યા વિના ફરજ બજાવતા પોલીસ જવાનોના આરોગ્યનું કાળજી લેવી ખૂબ જ જરૂરી બની જાય છે તેથી જિલ્લા પોલીસ વડા શ્રી  મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગનીટીમ દ્વારા તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં પોલીસના ૯૧૮, એસ.આર.પી.એફના ૫૦, હોમર્ગાડના ૬૩૫, જીઆરડીના ૨૯૫ અને ટીઆરબીના ૯૯

મળી કુલ ૧૯૯૭ રક્ષકોનું તાવ, શરદી, કફ કે હૃદયના ધબકારા અનેબ્લડ પ્રેશર તપાસ સહિતઅન્ય બિમારીને લગતા લક્ષણોનુ થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું જેમાં કોઇ પણ પોલીસને આ પ્રકારની બિમારી જણાઇ ન હતી.