TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મેઘરજ પોલીસે વિદેશી દારૂની ગેરકાયદેશર હેરાફેરી કરતા કુલ ૪, ૯૮૦૦૦ હજારના મુદ્દામાલ સાથે ૨ ઈસમોને જડપી પાડયા

કેતન પ્રણામી અરવલ્લી


           અરવલ્લી જીલ્લા પોલીસ વડા મયુર પાટીલ સાહેબ મોડાસા તથા નાયબ પોલીસ અધિક્ષક બી.બી.બસીયા મોડાસા વિભાગ તરફથી પ્રોહિ તેમજ જુગારની ગે.કા પ્રવૃત્તિને અંકુશમાં લેવા સ્પેશ્યલ ડ્રાઇવ નુ આયોજન કરવામાં આવેલ છે જે આધારે મેઘરજ ઈ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.ભરવાડ ને મળેલ બાતમી આધારે મેઘરજ પોલીસ સ્ટાફના માણસો તથા પંચો સાથે બોરસી ગામ નજીક રોડ ઉપર પ્રોહિ વોચ નાકાબંધી દરમ્યાન (૧) વનરાજસિંહ કરણસિંહ જાડેજા તથા (૨) મખુસિંહ દલપતસિંહ જાડેજા બંને રહે.



દહેગામડા, તા ભિલોડા, જી અરવલ્લી ને ટાટા ઇન્ડીગો ઈસીઅેસ ગાડી નંબર GJ 01 DV 2395 ની કિ.રૂ. ૪,૦૦,૦૦૦ નીમા વિદેશી દારૂની કાચની નાની મોટી બોટલોની કુલ આખી પેટી ૨૦ કુલ બોટલ નંગ ૮૬૪ કુલ કિ.રૂ ૯૬,૦૦૦ તથા મોબાઇલ નંગ ૨ કુલ કિ.રૂ. ૨૦૦૦ મળી કુલ કિ.રૂ. ૪,૯૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે હેરાફેરી દરમ્યાન ઝડપી લઈ પ્રોહિ અેક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાયૅવાહી કરવામાં આવી હતી આમ વધુ પ્રમાણમાં વિદેશીદારૂની ગેરકાયદેસર હેરફેરનો પ્રોહિ કેસ શોધી કાઢવામાં મેઘરજ પોલીસ ને સફળતા મળી હતી.