કોરોના વોરિયર્સની પડખે અરવલ્લી જીલ્લા પોલીસ વડા મયુર પાટિલ અને પોલીસતંત્ર : ૨૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ માટે હાઈજેનીક ફૂડ પેકેટની હૂંફ
કેતન પ્રણામી અરવલ્લી
લોક ડાઉનને પગલે પોલિસ ખડેપગે રહેતી હોય છે, ત્યારે ચોવિસ કલાક ફરજ બજાવતા પોલિસ કર્મીઓ માટે અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાના વિવિધ પોઇન્ટ પર તૈનાત પોલિસ કર્મચારીઓને ભોજન માટે હાલાકીઓ પડતી હતી જો કે, જિલ્લાના તમામ વિસ્તારોમાં તૈના પોલિસ, હોમગાર્ડ તેમજ આર્મીના નિવૃત્ત જવાનો માટે ફૂડ પેકેટ મોડાસા ખાતે આવેલી જિલ્લા પોલિસ વડા કચેરી ખાતે તૈયાર કરી પહોંચાડવામાં આવી રહ્યા છે જીલ્લાના ૨૫૦૦ જેટલા પોલિસ કર્મચારીઓ માટે સવાર સાંજ ભોજન બનાવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં ૩૫ જેટલા લોકો કર્મીઓ અને અન્ય લોકોની મદદથી હાઈજેનીક રસોડું ધમધમી રહ્યું છે.અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં લોકડાઉનની અમલવારી માટે ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ,
લશ્કરી જવાનો, ટીઆરબી અને હોમગાર્ડ જવાનોને લોકડાઉનના પગલે ભોજનની તકલીફ પડતા અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે કોરોના વોરિયર્સ માટે જીલ્લા પોલીસવડા કચેરી ખાતે હાઈજેનીક રસોડામાં ફૂડ પેકેટ તૈયાર કરી ફરજ પરના કર્મચારીઓને પહોંચાડવાની સુવિધા ઉભી કરી હતી રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ હાઈજેનીક રસોડાની મુલાકાત લીધી હતી લોકડાઉનની અમલવારીમાં ખડેપગે રહેતા કોરોના વોરિયર્સ જમવાની સુવિધા મળી રહેતા હાશકારો અનુભવ્યો હતો.