TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા:લોકડાઉનની અમલવારી કરાવનાર પોલીસ જવાન પર હુમલો:પિતા-પુત્રની લુખ્ખાગીરી

કેતન પ્રણામી અરવલ્લી 





ગુજરાતમાં કોરોનાનો કહેર બીજા રાજ્યોની સરખામણીએ કુદકેને ભૂસકે વધી રહ્યો છે આ વાયરસને ફેલાવતો અટકાવવા પોલીસ તંત્ર જીવન જોખમે ખડેપગે સતત લોકોને લોકડાઉનનું પાલન કરાવે છે. ત્યારે કેટલાક લોકો બિન જરૂરી બહાર નીકળીને લોકડાઉનનો ભંગ કરી શુરવીરતા બતાવી રહ્યા છે. અરવલ્લી જિલ્લા પોલીસતંત્ર લોકડાઉનની અમલવારી માટે કમરકસી છે. મોડાસા શહેરના ચાર રસ્તા પર બેરિકેડ ગોઠવી દઈ રખડપટ્ટી કરતા વાહનચાલકોને ડિટેનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એલસીબીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ કલેક્ટરના જાહેરનામાનાનો ભંગ કરી જ્યુપિટર પર પસાર થતા પિતા-પુત્રને અટકાવતા બંને શખ્શો દાદાગીરી પર ઉતરી આવી પોલીસકર્મચારીની ફેટ પકડી બિભસ્ત ગાળો બોલી ઝપાઝપી કરતા ભારે ચકચાર મચી હતી. પોલીસ પિતા-પુત્રની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા



હતા.પિતા-પુત્રની લુખ્ખી દાદાગીરીના પગલે બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિક્રમસિંહ વક્તાભાઈ ચાવડા (પો.કો.એલસીબી અરવલ્લી) ની ફરિયાદના આધારે હર્ષ અશ્વિનભાઈ પટેલ અને અશ્વિનભાઈ શંકરભાઇ પટેલ (રહે, એ-૩૫, નાલંદા-૨, મોડાસા) વિરુદ્ધ ઈપીકો કલમ-૩૩૨, ૩૨૩, ૫૦૪, ૧૮૬, ૧૮૮, ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતીજિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વિક્રમસિંહ વક્તાભાઈ ચાવડાએ ચાર રસ્તા પરથી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી જ્યુપિટર (ગાડી.નં.GJ 31 E 6931 ) સ્કૂટર પર પસાર થતા હર્ષ અશ્વિનભાઈ પટેલ અને અશ્વિનભાઈ શંકરભાઇ પટેલ (રહે,એ-૩૫, નાલંદા-૨, મોડાસા)ને અટકાવતા પિતા-પુત્ર આવેશમાં આવી ગયા હતા. તેમણે પોલીસ કર્મચારીની ફેટ પકડી લઈ બિભસ્ત ગાળો બોલી ઝપાઝપી કરતા ગાળાના ભાગે નખ વાગતા પોલીસ કર્મચારી આવાક બન્યો હતો. પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી થતા નજીકમાં રહેલા એલસીબી પીઆઈ મનીષ વસાવા અને ટાઉન પી.આઈ વાઘેલા અને પોલીસકર્મચારીઓ દોડી આવતા તેમની સાથે પણ ઝપાઝપી કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ અચંબિત બન્યા હતા.