TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનનો ભંગ કરનાર સામે ડ્રોન થી ૫ લોકો સામે ગુન્હો નોંધ્યો

કેતન પ્રણામી અરવલ્લી 





ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાઈરસના પોઝીટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે છતાં પણ હજુ અરવલ્લીના લોકોને ગંભીરતા ન લાગતી હોય તેમ માર્ગો ઉપર ફરતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં તો લોકડાઉનનો છેદ ઉડાડવામાં આવી રહ્યો છે સામે આવી રહ્યા છે મોડાસા રૂરલ પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનની અમલવારી માટે સઘન પેટ્રોલિંગ હાથધરવામાં આવ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં લોકો


પોલીસજીપ જોઈ નાસી છૂટતા ડ્રોન કેમેરાનો ઉપયોગ શરુ કરતા પ્રથમ દિવસે જ ટીંટોઈના ૪ શખ્શો અને કિશોરપુરા ચોકડી નજીક થી પુંસરીના ૧ શખ્શ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રો.ડીવાયએસપી ઈશ્વર પરમાર અને તેમની ટીમે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોનની મદદથી પેટ્રોલીંગ કર્યું હતું.જેમાં ટીંટોઈ ગામ માંથી ૧)વસંત શાંતિલાલ રાજનટ,૨) મજીદ શનાભાઈ રાજનટ, ૩)રોહિત દાનાભાઇ સોલંકી,૪)જયેશ દશરથભાઈ વાઘેલા અને કિશોરપુરા ચોકડી નજીકથી કલ્પેશ અમૃતભાઈ પ્રજાપતિ (રહે,પુંસરી, સાબરકાંઠા) વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી