TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા બાયપાસ પરથી કતલખાને લઈ જવાતા બે પશુઓ અને માજુમ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં કતલખાને ખસેડવા બાંધેલા ૫ પશુઓને બચાવાયા:બે શખ્શોની ધરપકડ, એક આરોપી ફરાર

કેતન પ્રણામી અરવલ્લી

લોકડાઉનની અમલવારીમાં વ્યસ્ત બનેલી પોલીસનો લાભ અસામાજિક તત્વો લઇ રહ્યા છે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે.



ત્યારે માલપુર-મેઘરજ બાયપાસ રોડ પર ખલીકપુર ગામ નજીકથી પસાર થતા પીકપડાલાને  અટકાવી છોટા હાથી (મીની ટ્રક) કતલખાને લઇ જવાતા બળદ નંગ-૨ કીં.રૂ.૨૦૦૦૦/- ને ઝડપી પાડી ૧) પ્રવીણ જેઠાભાઇ પટેલ (રહે,રેવાસ-ઇડર) અને ભૂરા રામજીભાઈ નિનામા (રહે,સિયાસણ-ઇડર) ને દબોચી લઈ મોબાઈલ તથા પીકપડાલા મળી કુલ.રૂ.૧૭૧૦૦૦/- મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલ બંને શખ્શોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મોડાસા ટાઉન પોલીસે ૭ ગૌવંશ કીં.રૂ.૮૫૦૦૦/- તથા છોટા હાથી કીં.રૂ.૧૫૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ કીં.રૂ.૧૦૦૦/- મળી કુલ.રૂ.૨૩૬૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બચાવી લીધે ગૌવંશને પાંજરાપોળ મોકલી આપવા તજવીજ હાથધરી હતી.