TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

સાયરા કેસ: એસ.આઈ.ટી ની ટીમએ ૭ સાક્ષીઓને ડિસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ કર્યા, આઈ.પી.સી ૧૬૪ મુજબ સાક્ષીઓના ગુપ્ત નિવેદન લેવાયા




મોડાસાના

સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડતા અને અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની ઢીલી નીતિનો આક્ષેપ થતા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી આ બે મહિના થવા છતાં હજુ યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે ત્યારે
આ સમગ્ર મામલે એસ.આઇ.ટી દ્વારા સાત સાક્ષીઓને મોડાસા ડી.કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ તમામ સાક્ષીઓના આઈપીસી કલમ ૧૬૪ મુજબ  ગુપ્ત રાહે નિવેદનો પણ લેવાયા સી.આઈ.ડી ક્રાઈમ ના ડી.આઈ.જી ગૌતમ પરમારના જણાવ્યા અનુસાર એસ.આઈ. ટી ના વડા ગૌતમ પરમારે ટેલિફોનિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ૭ સાક્ષીઓને ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ કરી આઈ.પી.સી ૧૬૪ મુજબ સાક્ષીઓના ગુપ્ત નિવેદન લેવાયા હતા સમગ્ર કેસ અંગે કોન્ક્રીટ પુરાવા મેળવવા તજવીજ ચાલુ છે અને વધુમાં વધુ ૧૫ દિવસમાં સમગ્ર કેસનો ભેદ ઉકેલાઈ જશે તેમ જણાવ્યું હતું.

બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી