TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસામાં કોવીડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૭૫ વર્ષીય શંકાસ્પદ કોરોનાના દર્દીનું મોત



         અરવલ્લીમાં  ૩૦ કોરોના ના શંકાસ્પદ લક્ષણો દેખાતા દર્દીઓના સેમ્પલ  લેવામાં આવ્યા હતા.તમામ દર્દીઓ ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અરવલ્લી જીલ્લામાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.માલપુરના બગીચા વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય મહિલાને તાવ-શરદી,
ખાંસી અને તાવના લક્ષણો જણાતા મોડાસા શહેરની કોવીડ (સાર્વજનિક) હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવા છતાં દર્દીની તબિયતમાં સુધારો ન જણાતા આરોગ્ય તંત્રે શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા મહિલા દર્દીના સેમ્પલ લીધા હતા અને સેમ્પલ લીધાના ગણતરીના કલાકોમાં  દર્દીનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી આરોગ્ય વિભાગે મૃતકનો કોરોનાનો રિપોર્ટ બાકી હોવાથી મોડાસા સ્મશાન ગૃહમાં  મૃતકની અંતિમવિધિ કરવાનો નિર્ણય લઈ સરકારની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવતા લોકોમાં ભય સાથે ફફડાટ ફેલાયો છે. મૃતકના પરિવારજનોનું પણ સ્ક્રીનિંગની કામગીરી સાથે માલપુરના બગીચા વિસ્તારમાં સૅનેટાઇઝિંગની કામગીરી હાથધરી છેસાબરકાંઠામાં કોરોના વાઈરસે દસ્તક દેતા આરોગ્ય કર્મચારીને કોરોના પોઝેટીવ આવતા અરવલ્લી જીલ્લામાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસતંત્ર કોરોનાના સંક્રમણને રોકવા માટે ખડેપગે કામગીરી કરી રહ્યું છે હજુ સુધી જીલ્લામાં એકપણ દર્દી કોરોના પોઝેટીવ દર્દી નથી એ તંત્ર અને  જિલ્લાવાસીઓ માટે રાહતનો શ્વાસ છે ત્યારે શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા ૭૫ વર્ષીય મહિલાનું મોત નિપજતા લોકોમાં ભય ફેલાયો છે.


કેતન પ્રણામી અરવલ્લી