કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલથી ભાગી ગયાઃ પોલીસ દ્વારા શોધખોળ,એલ.સી.બી એસ.ઓ.જી ઘટનાસ્થળે
કેતન પ્રણામી અરવલ્લી
આરોગ્ય તંત્રએ હોસ્પિટલમાં આઈસોલેશન હેઠળ રાખેલા દર્દીઓમાંથી આજે ૨ યુવતીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને અન્ય દર્દીઓથી અલગ રૂમમાં ખસેડવાની ફરજ પરના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કામગીરી હાથધરાતા બંને યુવતીઓ અને અન્ય ૪ કોરોનાના શંકાસ્પદ દર્દીઓ ગાયબ હોવાની જાણ થતા ભારે દોડધામ મચી હતી આ અંગે તંત્રને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું. જિલ્લા પોલીસવડા મયુર પાટીલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફરાર દર્દીઓની એલસીબી અને એસઓજી પોલીસની ટીમે શોધખોળ હાથધરાતા ૧ યુવતી બજારમાંથી મળી આવી હતી. અન્ય યુવતી તેના મામાના ઘરે પહોંચતા પોલીસની ટિમ યુવતીને લેવા રવાના થઈ હતી. એક દર્દી કોરોનાથી ગભરાઈ બાથરૂમમાં સંતાઈ ગયો હતો અન્ય એક જ પરિવારના ત્રણ શંકાસ્પદ દર્દીઓ વતન પહોંચતા તેમને પરત લાવવા તજવીજ હાથધરી હતી. હાલ તો જિલ્લાવાસીઓ ભગવાન ભરોશે જીવી રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે.અરવલ્લી જિલ્લામાં કોરોના કહેર વધતો જાય છે. બે દિવસમાં ૧૫ કેસ પોઝિટિવ
મળી આવ્યા છે. ત્યારે બાયડ તાલુકાના સાઠંબા ગામે પિતા પુત્રને કોરોના પોઝિટિવ આવતાં ભયનો માહોલ ફેલાયો છે. આ એક વ્યક્તિ અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા અને તેઓને પોઝિટિવ આવ્યા બાદ પરિવારમાં પણ રોગે દેખા દીધી હતી.રવિવારના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાંદીસણમાં ૬૦ વર્ષના મહિલા ૪ વર્ષની બાળકી અને ૫૫ વર્ષિય પુરુષ મળી ૩ અને રાજલીમાં ૨૨ વર્ષિય યુવકનો ૧ કેસ પોઝિટિવ મળ્યો હતો. જ્યારે મેઘરજ તાલુકાના લીંબોદરા ગામનો ૨૬ વર્ષિય યુવકનો ૧ કેસ પોઝિટિવ મળ્યો હતો, મોડાસાના સર્વોદયનગર વિસ્તારના શેલ્ટર હોમમાં ૧ પુરુષ, મેઘરજના ઓઢા ગામમાં ૨ મળી ૯ પોઝિટિવ કેસ મળ્યા હતા. જ્યારે સોમવારના રોજ બાયડ તાલુકાના સાઠંબામાં ૨ કેસ, મોડાસામાં ૧ કેસ અને મેઘરજ તાલુકાના ગાયવાછરડા ગામમાં ૧ કેસ મળી અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં ૧૫ કેસ અને અગાઉ ભિલોડાના કુશલગઢના ૭૦ વર્ષિય મહિલા મળી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૬ કેસ પોઝિટિવ આવતાં જિલ્લાભરના લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.