અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં ૫ લોકોને કોરોના પોઝિટિવ
કેતન પ્રણામી અરવલ્લી
ગુજરાતમાં કોરોના સંક્રમિત કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ધનસુરા તાલુકાના છેવાડીયા ગામની ૪૦ વર્ષીય મહિલા કોરોના માં સપડાયા ગણતરીના કલાકોમાં મોડાસા તાલુકાના નંદીસણ ગામના ૪ વર્ષીય બાળકી, ૬૦ વર્ષીય મહિલા, ૫૫ વર્ષીય આધેડ અને રાજલી ગામનો ૨૨ વર્ષીય યુવક અને મેઘરજ તાલુકાના લીંબોદરા ૨૬ વર્ષીય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યતંત્રમાં હડકંપ મચ્યો છે.અરવલ્લી જીલ્લામાં લોકડાઉનમાં આંતરરાજ્ય અને જિલ્લાની સરહદો સીલ કરી હોવાના દાવાઓ થઈ રહ્યા છે. તેમ છતાં મોટા પ્રમાણમાં લોકો અન્ય રાજ્ય, જિલ્લા અને કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી ચુક્યા છે. તે ગમે તે ઘડીએ જિલ્લાવાસીઓ
માટે કોરોના બૉમ્બ સાબિત થઈ શકવાની સંભાવના વચ્ચે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ૨૪ કલાકમાં ૬ લોકો કોરોનાના અજગરી ભરડામાં સપડાતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આરોગ્ય તંત્રએ તમામ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં થર્મલસ્ક્રિનીંગ અને સર્વેની કામગીરી હાથધરી દીધી છે.