TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા સબ જેલ સ્ટાફ તેમજ કેદીબંદીઓ દ્વારા સર્વજનિક ડૉક્ટરની ટીમનું સન્માન કરવામાં આવ્યું

કેતન પ્રણામી અરવલ્લી



              હાલ કૉરોના વાઇરસને લઇને કૉરોના વૉરિયર્સ તરીકે આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે, ત્યારે મોડાસા સબ જેલ સ્ટાફ તેમજ કેદીબંદીઓ દ્વારા ડૉક્ટરની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.મોડાસા શહેરમાં કૉરોનાના વધતા કેસને લઇને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે


 ત્યારે મોડાસા સબ જેલ દ્વારા સાર્વજનિક ડોક્ટરની ટીમને સન્માનિત કરાયા હતા.મોડાસા સબ જેલના કેદીઓની સમયાંતરે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવે છે, ત્યારે આ મહિનામાં મોડાસા સબજેલમાં આરોગ્ય તપાસ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં પહોંચેલી આરોગ્યની ટીમનું પુષ્પ વર્ષા કરીને આરોગ્યકર્મીનું ભવ્ય સન્માન કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો..