TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લીના કોરોનાગ્રસ્ત દર્દી બન્યા યોગમસ્ત:મોડાસની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ યોગ થકી નિરામય બનવવાની કામગીરી કરાય છે.

કેતન પ્રણામી અરવલ્લી


ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ ઉપચાર અને યોગ એ કોરોના સામેની લડાઇમાં અક્સીર ઇલાજ છે. ત્યારે મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને કાયમી યોગ સાથે આયુર્વેદ ઉકાળાનો ઉપચારમાં ઉપયોગ કરી નિરામય બનાવવાની કામગીર કરવામાં આવી રહી છે. 




કોરોના સામેની લડાઇને વધુ મજબૂત બનાવવા રાજય સરકારે યોગ કરીશુ કોરોનાને હરાવીશુ અભિયાન દ્વારા તમામ લોકોને યોગમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું જેથી રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે યોગ અસરકારક માધ્યમ છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ કોરોનાનો વ્યાપ વધતા ૧૮૫થી વધુ લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા જોકે તેમાંથી ૧૩૦ થી વધુ લોકો સ્વસ્થ્ય થઇ ઘરે પણ મોકલવામાં આવ્યા. હાલ મોડાસા હોસ્પિટલમાં  સારવાર લઇ રહેલા ૪૦થી વધુ દર્દીઓને સવારમાં યોગ એ નિત્યક્રમ બની ગયો છે.
હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા મોડાસાના વિવેક તુલસીયા કહે છે કે કોવિડ હોસ્પિટલમાં સવારે યોગ કરાવવાથી દર્દીઓની રોગપ્રતિકાર શક્તિ સાથે તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. આ સાથે આયુર્વેદિક ઉકાળા પણ કોરોના સામેની લડાઇમાં અસરકારક પુરવાર થાય છે.