TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

શામળાજી પોલીસે પુઠા અને મશીન બોક્સની આડમાં લઇ જવાતો મીની ટ્રકમાંથી દારૂ સહિત ૧૬.૮૭૯૦૦/ મુદ્દામાલ સાથે બે આરોપી ને દબોચ્યા

 કેતન પ્રણામી અરવલ્લી 



ગુજરાતમાં દારૂબંધી ના કડક અમલ વચ્ચે રોજેરોજ મોટી માત્રામાં વિદેશી દારૂ પકડાવા માં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અરવલ્લી પોલીસ નું સતત પેટ્રોલિંગ છતાં પણ બુટલેગરો પર નથી લાગી રહી લગામ પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ રતનપુર શામળાજીના અણસોલ નજીક શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ.એમ દેસાઈ તથા સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી મીની ટ્રક 





જેનું રજીસ્ટ્રેશન નંબર(NL.01.AB.6499. અટકાવી તલાસી લેતો પુઠા અને મશીન ની આડમાં સંતાડેલ રૂપિયા ૯.૮૪૪૦૦/નો વિદેશી દારૂ મળી આવ્યો હતો મોટી માત્રા નો દારૂ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી ૩૦૪ નંગ દારૂની પેટી તથા કુલ બોટલ નંગ ૨૪૭૨ અને કોટડીયા નંગ ૪૯૦૦ મળી તથા મોબાઇલ નં ૨ જેની કિંમત રૂપિયા ૩૫૦૦/ ટ્રક ની કિંમત રૂપિયા ૭.૦૦૦૦૦/ કુલ ૧૬.૮૭૯૦૦/ ના મુદ્દામાલ સાથે આરોપી નંબર(૧) ટ્રક ચાલક મોસીનખાન હસનખાન ઉંમર ૨૭ રહે મેવાત આરોપી નંબર(૨) દિલીપ રાજેન્દ્ર માંડલ થી બિહાર હાલ રહે હરિયાણા ની ધરપકડ કરી હતી ટ્રકમાં દારૂ ભરી આપનાર રાજુ યાદવ નામના શખ્સ સામે પણ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શામળાજી પોલીસે હાથ ધરી હતી