TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા શહેરમાંથી અલગ અલગ જગ્યાએ થી રહસ્યમય સંજોગોમાં 4 બાળકો મળી આવ્યા : તેમાંથી એક સગીર ગુમ

બાળકો ગુમ થવાના અને નિરાધાર હાલતમાં કે ભિક્ષાવૃતિ કરતા બાળકો મળી આવવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક

મોડાસાના બાયપાસ રોડ પર દેવરાજ ધામ નજીક શનિવારની મોડી રાત્રીએ બિન વારસી હાલતમાં એક સગીર સાથે ૪ બાળકો નિરાધાર હાલતમાં જોવા મળતા આજુબાજુમાં રહેતા લોકો બાળકોની મદદે પહોંચ્યા હતા. પોલીસને જાણ કરતા ૨ કલાક સુધી પોલીસ ઘટનાસ્થળે ન પહોંચતા લોકોમાં પોલીસતંત્રની બેદરકારી ભરી કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. જાગૃત યુવતીએ ચાઇલ્ડ હેલ્પ લાઇનને જાણ કરતાં ચાઇલ્ડ લાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં બાળકો સાથે રહેલો સગીર શખ્સ રફુચક્કર થઇ જતા ચાઇલ્ડ લાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી ચાર બાળકોનો કબ્જો લીધો હતો. પોલીસ અને ચાઈલ્ડ હેલ્પ લાઈનના સદસ્યોએ બાળકો સાથે રાખી સગીર યુવકની શોધખોળ હાથધરી હતી.મોડાસા શહેરમાંથી નિઃસહાય હાલતમાં મળી આવેલા બાળકોને તસ્કરી કર્યા પછી તરછોડ્યા કે પછી બાળકોને ભિક્ષાવૃતિ માટે લાવવામાં આવ્યા હતા, સહિતના અનેક પ્રશ્નો ઉપસ્થીત થયા છે. બાળકો સાથે રહેલો સગીર પોલીસ તંત્રની લાપરવાહીના પગલે હવામાં ઓગાળી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યાં સુધી સગીર નહીં મળી આવે ત્યાં સુધી રહસ્ય પર પડદો પડી રહે તો નવાઈ નહીં...!!અરવલ્લી જિલ્લાના મોડાસામાં શનિવારની મોડી રાત્રીએ કોઇ અજાણ્યા ઇસમો પાંચ બાળકોને બિન વારસી હાલતમાં મુકી ગયા હતા. બે બાળકો દેવરાજ ચાર રસ્તા તેમજ ત્રણ બાળકો ગણેશપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આ બાળકો બિન વારસી હાલતમાં મળી આવતા લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા અને પોલીસ તેમજ ચાઇલ્ડ લાઇનને જાણ કરી હતી. ચાઇલ્ડ લાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી ચાર બાળકોનો કબ્જો લીધો હતો. બાળકોના જણાવ્યા અનુસાર તેમના પરિવારજનો તેમના પર યાતના ગુજારતા હતા અને ઘરકામ કરાવતા હતા. જોકે તેમને કોણ મુકી ગયું અને શા માટે મુકી ગયું છે, તે અંગે કોઇ સ્પષ્ટ જણાવી શક્યા ન હતા. ચાઇલ્ડ લાઇન હેલ્પના કાર્યકરતાના જણાવ્યા અનુસાર બાળકો પર તેમના માતા પિતા દ્વારા ત્રાસ ગુજરવામાં આવતો હતો. ચારે બાળકોના સરકારની ગાઈડલાઈન મુજબ કોવીડ-૧૯ નો ટેસ્ટ કર્યા પછી હિંમતનગર ખાતે શેલ્ટરહોમમાં મોકલી આપવામાં આવશે તેમ શમીમ બેન નામનાં કર્મચારીએ જણાવ્યું હતું.

કેતન પ્રણામી
અરવલ્લી