TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

કોરોના ના મહામારી વચ્ચે ફરી એક વાર બાયડ ના પૂર્વ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ૫૦ થી વધુ ખેડૂતોને વહારે આવ્યા

કેતન પ્રણામી અરવલ્લી 


હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે હાલના સમયમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે વેપાર ધંધા બંધ હોવાથી ખેડૂતો અને ગરીબ લોકોને વધુ પૈસાની ખૂબજ જરૂરિયાતો ઉભી થતી હોય છે ત્યારે ડેમાઈ વિસ્તાર ના ૫૦ થી વધુ ખેડૂતો ને ડેમાઈ ગામે આવેલી સાબરકાંઠા બેન્ક ની શાખા માં બેન્ક સત્તાધીશો દ્વારા મનમાની કરી ૫૦ થી વધુ ખેડૂતો ને પ્રધાનમંત્રી દ્વારા બેન્ક ખાતા માં જમા કરવામાં આવેલા હપ્તા ૨૦૦૦ રૂપિયા એમ એક ખેડૂત ના આશરે ૧૦૦૦૦ થી વધુ રૂપિયા ઉપડવા દેવામાં

આવતા ન હતા... સહકારી મંડળી માં થયેલી લોનોના કારણે બેન્ક ના ના સત્તાધીશો દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરવામાં

આવતો હોવાનું પૂર્વ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ના ધ્યાને આવતા તેમને બેન્ક માં જઈને ઉગ્ર રજુઆત કરી હતી જેના કારણે બેન્ક ના સત્તાધીશો ને તાત્કાલિક ખેડૂતો ને સહાય ના નાણાં ચુકવવાની ફરજ પડી હતી અને નવેમ્બર મહિના થી રોકેલા ખેડૂતો ના નાણાં ની ચુકવણી કરી હતી અને ખેડૂતો ને લોક ડાઉન માં આ સહાય ખૂબ જ કામ માં આવી. ધવલસિંહ ઝાલા વધુ એક વખત ખેડૂતો નો અવાજ બન્યા હતા .