અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે સામાન્ય વ્યક્તિને 9.5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો : માગીને જીવન ગુજારનારને ચિલ્લર સાથે દંડ ભરવા મજબુર
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે જિલ્લા પોલીસ દ્વારા દંડ વસુલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેને લઇને લોકોમાં જાગૃતતા આવે જોકે આ આ પ્રકારની કાર્યવાહીને કારણે કેટલીક વખતે ગરીબ પરિવારો પણ ભોગ બની જતા હોય છે આવો જ અેક કિસ્સો અરવલ્લી જિલ્લાના મોડાસામાં બન્યો છે, કે, જ્યાં એક સામાન્ય વ્યક્તિને નવ હજાર રૂપિયાનો દંડ ફટકારી દીધો કે, આ વ્યક્તિ દંડની રકમ ચિલ્લર લઇને આરટીઓ કચેરીએ પહેંચ્યો હતો... સામાન્ય કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ વ્યક્તિને આવડી મોટી રકમનો દંડ ફટકારી દેતા દંડ ભરવો પણ મુશ્કેલ બની ગયો છે,, દંડની રકમ મોડાસા આરટીઓ કચેરીએ પ્લાસ્ટિકની થેલી લઇને પહોંચેલા વ્યક્તિને જોવા લોકો પણ ઉમટી પડ્યા હતા.
મેઘરજની મસ્જિદમાં કામ કરતા અને માંગણ તરીકે જીવનનિર્વાહ સિકંદરશા કાલુશા ફકીર ગત રોજ બાઈક લઈ મોડાસા કામકાજ અર્થે આવી મેઘરજ પરત ફરતા રોડ પર ટ્રાફિકના નિયમન માટે ઉભેલ ટ્રાફિક પોલીસે સિકંદરશાને અને અન્ય પાંચ જેટલા બાઈક ચાલકોને અટકાવી દંડની કાર્યવાહી હાથધરી હતી. જેમાં અન્ય ચાર બાઈક ચાલકોને ૫૦૦ રૂપિયા અને સિકંદરશાને રૂ.૯૫૦૦ /- ટ્રાફિકનીયમન ભંગ મુજબ દંડ ફટકારતા બાઈક ચાલકે પોલીસને તેને પણ ૫૦૦ રૂપિયા દંડ આપવા આજીજી કરવા છતાં ટ્રાફિક પોલીસે દંડની રકમ ઓછી કરવાના બદલે ૯.૫ હજારનો મેમો પકડાવી દેતા સિકંદરશા નિઃસહાય બન્યો હતો. દંડની રકમ ભરવા માટે લોકો પાસેથી એક એક રૂપિયો માંગી એકઠી કરેલ ચિલ્લર કોથળામાં લઈ મોડાસા આરટીઓ કચેરીમાં પહોંચ્યો હતો. આરટીઓ કચેરીમાં કામકાજ અર્થે આવેલ લોકો પણ સિકંદરશાને ચિલ્લર ગણાતા જોઈ એકઠા થઈ ગયા હતા. તેની આપવીતી સાંભળી લોકોમાં પણ ભારે ગુસ્સો જોવા મળ્યો હતો.