ડમ્પર ચોરીના આરોપીને ઝડપી પાડતી અરવલ્લી પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસ
કેતન પ્રણામી અરવલ્લી
સિસોદીયા અને તેમની ટીમના માણસો કાંતીભાઈ નગાભાઈ, પંકજકુમાર કેશાભાઈ, રમણભાઈ ગલબાભાઈ અને સિદ્ધરાજસિહ કલ્યાણસિહ તથા વુમન કોન્સ્ટેબલો હર્ષાબેન રાહુલભાઈ, દક્ષાબેન પુંજાભાઈ વિગેરે પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની શોધમાં હતા ત્યારે બાતમીના આધારે રાજેન્દ્રભાઈ થાનાભાઈ ડામોર રહે. પાડલા કરાવાડા તા. જોથરી (સિમલવાડા)) જી ડુંગરપુર રાજસ્થાન ને આંતરરાજ્ય ડમ્પર ચોરીના ગુનેગારને દબોચી લીધો હતો આ આરોપી વિરૂદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફ. ગુ. ર. નં. ૪૦/૨૦૧૫ ઈ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો.