TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મેઘરજ રોડ પર આવેલી કલ્પતરૂ સોસાયટીમાં ઘર નજીક પાર્ક કરેલી ફોર્ચ્યુનર ગાડી ગાયબ થતા પી.ડબ્લ્યુ.ડીના એન્જીનયરે નોંધાવી ફરિયાદ

 કેતન પ્રણામી અરવલ્લી 



: ગાડીરાજસ્થાનના ચિતોડગઢ 

ટોલપ્લાઝાના CCTV માં કેદ




મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં બાઈક ચોરીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે વાહનચાલકો પાસેથી પોલીસ અરજી લઈ સંતોષ માનતી હોય છે ત્યારે મોડાસા શહેરમાં લકઝુરિયસ કાર ચોરતી આંતરરાજ્ય ટોળકી સક્રીય થતા કારમાલિકોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી કલ્પતરૂ સોસાયટીમાં ઘર નજીક પાર્ક કરેલી ફોર્ચ્યુનર ગાડી રાત્રીના સમયે ચોર ટોળકી લઈ પલાયન થઇ જતા ઘર 




નજીક પાર્ક કરેલી ૨૫ લાખની એસયુવી ગાડી ચોરાતાં કાર માલિક સહીત મોડાસા શહેરમાં ભારે ચકચાર મચી છે મોડાસા ટાઉન પોલીસે કાર ચોરીનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે ગાડીના માલિકે મિત્રો સાથે ગાડીની શોધખોળ ચાલુ રાખતા રાજસ્થાનના ચિત્તોડગઢ સુધી ટોલટેક્ષ પર ચોરેલ ફોર્ચ્યુનર સાથે બે ચોર કેદ થયા પછી ગાયબ થઇ ગઈ હોવાનું કાર માલિકે જણાવ્યું હતું. ફોર્ચ્યુનર ગાડી ચોરાઈ જતા ગાડીના માલિક નિર્મલ ચૌધરી તેમના મિત્રો સાથે ફોર્ચ્યુનર ગાડીની શોધખોળ હાથધરાતા ફોર્ચ્યુનર ગાડી રાજસ્થાન તરફ લઈ જતા ચોર સીસીટીવીમાં કેદ થતા રાજસ્થાનમાં પહોંચી વીવીધ ટોલટેક્ષના સીસીટીવી ચેક કરતા ચિત્તોડગઢ નજીક આવેલા ટોલપ્લાઝાના સીસીટીવી કેમેરામાં ચોરેલ ફોર્ચ્યુનર સાથે બે ચોર પસાર થતા કેમેરામાં કેદ થયા બાદ ફોર્ચ્યુનર ક્યાં ગાયબ થઇ હોવાનું જણાવ્યું હતું