TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા GIDC મા શ્રી વિનાયક ગેસીસ ના ઓનર અમરીશ ભાટીયા દ્વારા ઑક્સિજન કેન કૉવિડ હૉસ્પિટલને આપી ભેટ

 કેતન પ્રણામી અરવલ્લી


કૉરોના મહામારીમાં સામાજિક સંસ્થાઓ તેમજ મેડિકલ સેવાઓ અનેક લોકો દ્વારા આપવામાં આવી છે ત્યારે કૉરોના પૉઝિટિવ દર્દીઓને ઑક્સિજનની જરૂર પડે તે માટે મોડાસા GIDC ની શ્રી વિનાયક ગેસીસ કંપની ના ઓનર અમરીશ ભાટીયા દ્વારા ઑક્સિજન કેન કૉવિડ હૉસ્પિટલને ભેટ આપવામાં આવી છે. મોડાસાની કૉવિડ હૉસ્પિટલમાં કોરોના વાયરસ ની મહામારી માં કામ કરતા વોલિયન્ટર તેમજ ડોક્ટર,નર્સિંગ તેમજ મોડાસાની કોવિડ હોસ્પિટલના સ્ટાફને 



હોસ્પિટલના સ્ટાફને ઑક્સિજન કેન આપવા આવી. મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત મોડાસાની શ્રી વિનાયક ગેસીસ કંપની GIDC માં તૈયાર કરવામાં આવેલી ઑક્સિજન કેન કૉવિડ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને કામ લાગે તે હેતુથી હૉસ્પિટલને આપવામાં આવી છે, જેથી ઑક્સિજનની ઓચિંતિ જરૂરિયાત સમયે ઑક્સિજન કેનનો દર્દી ઉપયોગ કરી શકે. કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ, આરોગ્ય કર્મીઓ અને વોલિયેન્ટર સતત કોરોનાગ્રસ્ત દર્દીઓની વચ્ચે રહી જીવના જોખમે ખડેપગે સેવા કરી રહ્યા છે પીપીઈ કીટ અને માસ્ક પહેરવાના લીધે ઓક્સિજનની ઉણપ વર્તાય ત્યારે ઉભી થયેલ તકલીફમાં ઓક્સિજન કેન સંજીવની રૂપી સાબિત થઇ શકે છે અને કોરોના વોરિયર્સ ઘટેલું ઓક્સિજન લેવલ ઓકસી બ્રીથ કેન મારફતે સામાન્ય પરિસ્થિતિમાં લાવી શકતું હોવાથી મોડાસાની કોવીડ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા લોકોને ઓક્સિજન કેન ભેટ કરવામાં આવ્યા હતા.