TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી SP સંજય ખરાતે 94 પોલીસ કર્મીઓની કરી આંતરિક બદલી : અરવલ્લી પોલીસતંત્રમાં ભારે ચર્ચા

 કેતન પ્રણામી અરવલ્લી 

અરવલ્લી જીલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનો અને વિવિધ એજન્સીઓમાં ફરજ બજાવતા ૯૪ પોલીસ કર્મચારીઓની જીલ્લા પોલીસવડા સંજય ખરાતે અરસ-પરસ બદલીનો ગંજીપો ચીપ્યો છે જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી એક નેક પોલીસસ્ટેશનમાં અને પોલીસતંત્રની વિવિધ શાખાઓમાં કેટલાક વગદાર પોલીસ કર્મચારીઓ (વહીવટદાર) તરીકે દબદબો ધરાવતા 







પોલીસકર્મીઓની પણ બદલી કરવામાં આવતા ઈમાનદાર પોલીસકર્મીઓમાં આનંદ છવાયો છે. સ્વચ્છ છબી ધરાવતા એસપી સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં કેટલાક પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ભાઈબંધી બાંધી બેફામ બનેલ બુટલેગર અને વરલી-મટકા અને જુગારના સ્ટેન્ડ ચલાવતા અસામાજીક તત્વો ભૂગર્ભમાં ઉતરી જતા એસપીની કામગીરીને  લોકોમાં ભારે આવકાર મળી રહ્યો છે. અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ ડામવા અને પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે જીલ્લા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવતા કેટલાક પોલીસકર્મીઓની શંકાસ્પદ કામગીરી હોવાની માહિતી એસપી સંજય ખરાતના કાને પડી હતી થોડા દિવસ અગાઉ શામળાજીના બે અને અન્ય એક પોલીસકર્મીની બદલી કરાયા બાદ બુધવારે સાગમેટે ૯૪ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવતાં જિલ્લાના પોલીસબેડામાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો હતો