ભાજપના રાજમાં અગ્રણીઓની ચુપકીદી :અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ સિવિલ હોસ્પિટલની માંગ પર અડગ મુખ્યમંત્રીને પત્રો લખ્યા
જીલ્લામાં સિવિલ હોસ્પિટલના અભાવે આરોગ્ય લક્ષી સેવાઓ માટે લોકો સરકારી સેવા માટે ભટકી રહ્યા છે.
અરવલ્લી જીલ્લાને સાબરકાંઠા જિલ્લામાંથી અલગ થયે ૭ વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ ટલ્લે ચઢતાં લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. કોંગ્રેસના શાસનમાં ડીઝલ-પેટ્રોલ અને રાંધણગેસનો ભાવમાં ૨ કે ૫ રૂપિયાનો વધારો નોંધાય કે પછી મોંઘવારી મુદ્દે રોડ પર ઉતરી આવતા ભાજપના પદાધિકારીઓએ જીલ્લાના ૧૧ લાખ લોકોના પ્રાણ પ્રશ્ન એવા સીવીલ હોસ્પિટલના ઝડપથી નિર્માણ કાર્ય થાય તે અંગે ભાજપના પદાધિકારીઓએ ચુપકીદી સેવી લેતા ભાજપના પદાધિકારીઓ સામે ભારે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ અને ત્રણે ધારાસભ્યો જીલ્લામાં લોકોની તાતી જરૂરિયાત એવી સિવિલ હોસ્પિટાલની માંગને લઈને સરકાર અને તંત્ર સામે લડી લેવાના મુડમાં હોય તેમ સતત વિરોધ પ્રદર્શન, પોસ્ટર વોર, આવેદનપત્ર અને મુખ્યમંત્રીને પત્ર લખી સિવિલ હોસ્પિટલનું નિર્માણ ઝડપથી કરવામાં આવેની માંગ કરી રહ્યા છે, ત્યારે વધુ એક વાર જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, જીલ્લા પંચાયત પ્રમુખ, ત્રણે ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સીવીલ હોસ્પિટલનું ઝડપથી નિર્માણ કરવામાં આવેની માંગ કરી હતી જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરની મુલાકાત કરી સિવિલ હોસ્પિટલ નિર્માણ કાર્ય કેટલે પહોંચ્યુંની ચર્ચા કરી હતી. જીલ્લા કોંગ્રેસ સમિતિએ આગામી ગુરુવાર સુધી કોઈ યોગ્ય જવાબ સરકાર કે વહીવટી તંત્ર પાસેથી નહીં મળે તો જીલ્લા મથકે અને તાલુકા મથકે કોંગ્રેસ પ્રતીક ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.કોંગ્રેસના ધારાસભ્ય અનીલ જોષીયારાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જેની સરકાર હોય એના માટે ભાજપ-કોંગ્રેસ એવું કઈ ના હોય પરંતુ રાજ્ય સરકાર ભાજપના ધારાસભ્યના મત વિસ્તારમાં ઝડપથી વિકાસના કામો થઇ જાય છે. કોંગ્રેસના ધારાસભ્યો વિકાસના કામ માટે સરકારમાં વારંવાર રજુઆત કરવા છતાં કામગીરી થતી નથી.
કેતન પ્રણામી
અરવલ્લી