TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ૨૧ લોકોએ કોરોનાને મ્હાત આપતા રજા અપાઇ

કેતન પ્રણામી અરવલ્લી                                                                       

અરવલ્લી જિલ્લામાં ૬૨ લોકો કોરોનામુક્ત બની સ્વગૃહે પરત ફર્યા



  અરવલ્લી જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા તેમજ કોરોનાગ્રસ્ત દર્દીઓના સારવાર અર્થે ખાસ ઉભી કરાયેલ કોવિડ હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે આશાીવાર્દરૂપ સાબિત થઇ છે. જેમાં બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા ૨૧ દર્દીઓ સ્વસ્થ્ય થતા રજા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની સઘન સારવારથી  જિલ્લામાં અત્યાર સુધી ૬૨ લોકો કોરોનામુક્ત બનતા સ્વગૃહે પરત ફર્યા છે. 
આ અંગે વિગત આપતા જિલ્લા અધિક આરોગ્ય અધિકારી શ્રી ડૉ. કૌશલ પટેલે  જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના મેગા સર્વેલન્સથી શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી સમયસર સારવાર હાથ ધરાતાં કોરોના પોઝિટીવ દર્દીઓ ઝડપથી સ્વસ્થ્ય થઇ રહ્યા છે. જેમાં  વાત્રકની કોવિડ હોસ્પિટલમાં બાયડ-ધનસુરાના એક-એક તથા મોડાસા તાલુકાના ૧૫  અને મેધરજ તાલુકાના ૪ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા જેમનો શુકવારે રીપોર્ટ નેગેટીવ આવતા કુલ ૨૧  દર્દીઓને રજા આપવામાં આવી હતી.
કોરોનાને મ્હાત આપી સાજા થયેલા બાયડ તાલુકાના  તેનપુર ગામના શર્મિષ્ઠાબેન પટેલ  જણાવે છે કે,  હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેના સ્ટાફ જાણે એક સ્વજનની સારવાર લેતા હોય એમ વિશેષ કાળજી લેતા હતા. વળી દર્દીઓને સન્માન અપાય આ પહેલી ઘટના મારા જીવનમાં પ્રથમવાર જોઇ છે.
કોરોનાને હરાવનાર મોડાસા તાલુકાના ઢોકરોલના  વિપુલભાઇ પટેલે  જણાવ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી પણ તેનાથી સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. દવાખાનામાં અમને સારી સગવડ મળી આજે અહીથી રજા મળેલ છે આટલા દિવસ ર્ડાકટરો નર્સ બહેનો બીજા દવાખાનાના કર્મચારી  સાથે રહયા છતાં આજે જવાનુ પણ થતુ નથી  મારી જીંદગીમાં સેલ્યુટ ભરી હોય તે ભારતના રાષ્ટ્ર ધ્વજને અને બીજી સેલ્યુટ ડોકરટરોને જેમને અમને નવુ જીવન આપ્યુ છે  તેમણે લોકોને વારંવાર હાથ ધોવા,માસ્ક પહેરવા અપીલ કરી હતી