પતિના ત્રાસથી કંટાળી પત્નીએ આત્મહત્યા કરી : માલપુરના તલાવડી ગામની ૩૧ વર્ષીય પરણીતાએ વાત્રક ડેમમાં ઝંપલાવ્યું પુત્ર નોધારો બન્યો
કેતન પ્રણામી અરવલ્લી
લોકડાઉનમાં આત્મહત્યા ના બનાવોમાં નોંધપાત્ર વઘારો થઇ રહ્યોં છે. અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના સાલમબાપુના પહાડીયા (તલાવડી ) ગામની ૩૧ વર્ષીય પરણિત મહિલાએ લફરાબાજ અને રખડતા પતિને સાસુ-સસરા પણ છાવરતા હોવાની સાથે ઉપરાણું લઇ માનસિક અને શારીરિક ત્રાસ આપતાં અસહ્ય બનેલા ત્રાસ થી કંટાળી વાત્રક ડેમમાં જંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી. યુવતીના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવી આક્રંદ કરી મુક્યું હતું.
માલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પાણી માંથી બહાર કાઢી પીએમ માટે માલપુર સરકારી દવાખાને ખસેડી મૃતક મહિલાના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.મોડાસા તાલુકાના મુલોજ (નાદરી) ગામની ઉષાબેન ડામોર ના લગ્ન માલપુર તાલુકાના સાલમબાપુના પહાડીયા (તલાવડી ) ગામના કનુભાઈ સોમાભાઈ બારીયા સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા સુખી સંસારના ભાગરૂપે એક પુત્રનો જન્મ થયો હતો. લગ્નના થોડા સમય પછી કનુભાઈને કોઈ છોકરી સાથે આડા સંબંધ બંધાતા ઉષા બેન સાથે મારઝૂડ કરતો હતો અને રખડી ખાતો હોવાથી અને કનુભાઈનું ઉપરાણું લઈ તેમના સાસુ સસરા પણ મારઝુડ કરતા હોવાની સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપી વારંવાર તારે ઘરમાં રહેવાનો અધિકાર નથી ગમે ત્યાં જઈ મરી જવાનું કહેતા અસહ્ય બનેલા ત્રાસ થી કંટાળી મહિલાએ નજીકમાં આવેલા વાત્રક ડેમમાં જંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી. ગામમાં વાત્રક ડેમમાં ઉષાબેનની લાશ તરતી હોવાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મહિલાના પિયરપક્ષ ને જાણ થતા મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. મહિલાએ વાત્રકડેમ માં જંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી હતી. મહિલાએ આત્મહત્યા કરી લેતા અને પિતા અને દાદા-દાદી સામે ગુન્હો નોંધાતા પુત્ર નોધારો બન્યો હતો. માલપુર પોલીસે ભાથીભાઈ સરદારભાઈ ડામોર (રહે,મુલોજ ) ની ફરિયાદના આધારે કનુ સોમાભાઈ બારીયા (પતિ),સોમાભાઈ પુંજાભાઈ બારીયા (સસરા) અને સોનીબેન પુંજાભાઈ બારીયા (સાસુ) વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૬,૩૨૩,૪૯૮(ક),૫૦૪ ,૫૦૬ (૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.