TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

-તાપી જિલ્લા પત્રકાર એકતા સંગઠન એ પત્રકારો ના હિત માં આવેદન આપ્યું

-તાપી જિલ્લા પત્રકાર એકતા સંગઠન એ  પત્રકારો ના હિત માં આવેદન આપ્યું
-પત્રકારો સાથે થતો અન્યાય ચલાવી નહિ લેવાય :પત્રકાર એકતા સઁગઠન ગુજરાત
-દેશ ની ચોથી જાગીરી ,પત્રકારો પર
હિન્દ TV નો વિશેષ અહેવાલ જુવો

એંકર
પત્રકાર એટલે સમાજ નો આઇનો પરંતુ
હાલ ગુજરાત ના કરજણ,ભરૂચ ,રાજકોટ અને નજીક ના નવસારી જિલ્લા માં પત્રકારો ને ખોટી રીતે હેરાન કરી ખોટા કેશો માં ફસાવાની ઘટના સામે આવી છે,રાજદ્રોહ જેવા ખોટા કેસો પણ કરાયા,પત્રકાર એકતા સંગઠન ગુજરાત એ ગુજરાત ના તમામ જિલ્લાઓ ની જેમ  આજે તાપી જિલ્લા માં આવી ઘટના થતી અટકાવવા તંત્ર ને આવેદન આપી સરકાર સુધી પોતાની વાત પહોંચાડી હતી.

વી.ઓ
કોરોના વાઈરસની મહામારી વચ્ચે રાજ્યના પત્રકારોએ જે મર્યાદા જાળવી અને શાસનની સાથે રહીને આખી લડાઈ જાણે પોતાની હોય તે રીતે રાજ્યના પત્રકારો આ લડાઈ લડ્યા છે. પરંતુ સરકારને ખબર છે કે સારૂ કરનારા લોકો એમને પસંદ નથી. એટલેજ સરકાર દ્વારા રાજ્યમાં કામકરતા પત્રકારોના કામકાજમાં રૂકાવટ લાવવાના પ્રયાસો સરકાર દ્વારા કે પછી સરકારના કર્મીચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં ભરૂચના પત્રકારો પર કેસ કરવામાં આવ્યા, રાજકોટના પ્રસિદ્ધ અખબાર માલિકને પોલીસ દ્વારા ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. નવસારીમાં પી.એસ.આઈ પત્રકારો પર રોફ જમાવે છે, આ ઉપરાંત અમદાવાદમાં એક પત્રકાર પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો, તે ઉપરાંત ગાંધીનગરની એક ખાનગી ન્યુઝ ચેનલનું લાઈસન્સ રદ કરવામાં આવ્યાની અનેક ઘટના ઓ રાજ્યમાં ચાલી રહી છે.

આ દરેક બાબતોને ધ્યાનમાં લઈ તાપી પત્રકાર એકતા સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સંગઠને રજુ કરેલા પત્રકારો સાથે ના કેસની ઘટનાઓને પોલીસ વડા નિષ્પક્ષ તપાસ કરાવે અથવા આરોપી બનેલા પત્રકારોને સાંભળી સત્ય જાણી તેની સમીક્ષા કરી અને જો દોષિત ન હોય તેના ઉપરની ફરિયાદ રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. નેતા હોય કે અધિકારી હોય પત્રકાર હોય કે સામાન્ય નાગરિક હોય માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલો કામ કરે તેનાથી થાય છે.

અમારો કોઈના સામે આક્ષેપ નથી, પણ પોલીસ વડાનું પત્રકારો માટેનું વલણ એક નવો વિશ્વાસ ઉભો કરનારું છે. નિવૃતિ પહેલા આ ચાર ઘટનાઓની સમીક્ષા થાય તે અતિ મહત્વનું છે.આજે દક્ષિણ જોન ના પ્રભારી એસ .વાય .ભદોરિયા ,હરજીભાઇ બારૈયા અને જિલ્લા પ્રમુખ ના માર્ગદર્શન થી

સોનગઢ પત્રકાર સંગઠન ના પ્રમુખ બિંદેશ્વરી શાહ સાથે અન્ય પત્રકારો એ તાપી જિલ્લા માં આવેદન આપી પત્રકારો સામે થતા અન્યાયો વિરુદ્ધ તંત્ર ને રજુવાત કરી હતી .
-બિંદેશ્વરી શાહ
સાથે
ચેતન પારેખ -તાપી