TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી ના મેઘરજ માં ફીલ્મો જેવી ઘટના 5 મહિના અગાઉ હત્યા થઇ હતી તે જીવતો ઘરે આવતા પત્નીની આંખો ફાટી ગઈ :ભાઈઓ જેલમાં, તો અંતિમક્રિયા કોની કરી...??

મેઘરજના મોટી મોરી ગામની સીમમાંથી ૬ ફેબ્રુઆરીએ અજાણ્યા યુવકની ચાદરમાં લપેટેલી યુવકની લાશ મળી આવતા મૃતકના હાથે દોરેલ ટેટુના આધારે મૃતક યુવક

રાજસ્થાનના ખરપેડા ગામનો ઈશ્વર ખાતુભાઇ મનાતની હોવાનું ખુલ્યું હતું. આ મૃત્યુ પામેલો યુવક હવે જીવીત સામે આવતા આખી ઘટનાએ ફિલ્મી રીતે યૂ-ટર્ન લીધો છે. કારણ કે તેની હત્યાના ગુનામાં તેના ભાઈઓ જેલમાં છે અને તેના પરિવારે જેની લાશ ઓળખી કાઢી હતી તેના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. હવે પોલીસ માટે જે હત્યાનો ગુનો બીજાના માથે ગયો હતો તેમાં નવેસરથી એકડો ઘૂંટવાનો થયો છે. કારણ કે હવે એ લાશ કોની હતી અને તેની હત્યા કરનારા કોણ હશે તે પણ એક પ્રશ્ન સામે આવી રહ્યો છે. યા પછી શું ભાઈઓએ પોતાનો ભાઈ સમજી કોઈ બીજાની હત્યા કરી નાખી હતી?જ્યારે તેની લાશ મળી ત્યારે તેના પરિવારજનોને જાણ કરતા લાશ લેવા પરિવારજનો ઇસરી પોલીસસ્ટેશને પહોંચ્યા હતા. પરિવારજનો અને સગા-સંબંધીઓ યુવકની ઓળખ કરવામાં આગા-પાછી કરતા શરૂઆતથી જ પોલીસના શંકાના દાયરામાં આવી ગયા હતા. ઘરેલુ ઝગડામાં ઈશ્વરની હત્યા તેના બંને ભાઈઓએ કરી હોવાનું કબુલાત કરતા પ્રકાશ ખાતુભાઇ મનાત અને પારસ ખાતુભાઇ મનાતને મોડાસા સબજેલમાં ધકેલી દીધા હતા. પરિવારજનોએ મૃતકની અંતિમવિધિ પણ પૂર્ણ કરી હતી, ત્યારે અચાનક મૃતક યુવક ઈશ્વર પાંચ મહિના પછી ઘરે પરત ફરતા પરિવારજનો અને પત્નીની આંખો ફાટી ગઈ હતી. ઈશ્વરે કામકાજ અર્થે સૌરાષ્ટ્રમાં હતો તેવું કહ્યું અને લોકડાઉનમાં ફસાયો હોવાનું જણાવી રહ્યો છે. ઇસરી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારે ઈશ્વર જીવતો પરત ફરતા ઇસરી પોલીસ માટે પણ હવે નવેસરથી તપાસમાં લાગી ગઈ છે.5 મહિના અગાઉ સગા ભાઈઓના હાથે હત્યા થઈ હતી એ ઈશ્વર ખાતુભાઇ માનત નામનો યુવક જીવીત હાલતમાં ઘરે પરત ફરતા અનેક સવાલો પેદા થયા છે. જેમાં ઈશ્વરની હત્યાના આરોપસર મોડાસા સબજેલમાં સજા કાપી રહેલા પ્રકાશ ખાતું મનાત અને પારસ ખાતુભાઇ મનાત બંને એ પોતાના સગ્ગા ભાઈની હત્યાનો ગુનો કઈ રીતે કબુલ્યો ...? અથવા બંને ભાઈઓએ અન્ય યુવાનને મોત ને ઘાટ ઉતારી દીધો કે શું...? મૃતકની પત્નીએ અને પરિવારજનોએ હાથ પર દોરેલા ટેટુ ના આધારે યુવક ઈશ્વર જ હોવાનું માની લઈ અંતિમક્રિયા પણ કરી દીધી તો પત્નીએ અને પરિવારજનોએ મૃતક યુવકનું મોઢું પણ જોયું નહીં હોય...? કારણ બોડી એવી પણ ડીકમ્પોઝ હાલતમાં ન હોવાનું જાણવા મળ્યું હતું. મોટીમોરી નજીકથી બિનવારસી હાલતમાં મળેલ યુવકની લાશ કોની હતી અને કોણ ફેંકી ગયું....?? ઈશ્વરના બંને ભાઈઓ હત્યા કબૂલવા તૈયાર કેમ થયા....!!! સહીત અનેક પ્રશ્નો પેદા થયા છે.હાલ તો ઇસરી પોલીસે હત્યા થયેલો ઈશ્વર જીવિત હોવાનું બહાર આવતા નવેસરથી તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. હાલ ઈશ્વર ડુંગરપુર હોવાથી પોલીસ ડુંગરપુર જવા રવાના થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.શું હતો સમગ્ર બનાવ, પોલીસે હત્યાનો ભેદ કઈ રીતે ઉકેલ્યો હતો
અગાઉ આ ઘટના સંદર્ભે આપને જાણકારી આપવામાં આવી હતી છતાં અહીં તેની વિગતો દર્શાવી છે. મેઘરજના મોટી મોરી ગામની સીમમાંથી ગત ૬ ફેબ્રુઆરીએ અજાણ્યા યુવકની ચાદરમાં લપેટેલી યુવકની લાશ મળી આવતા મૃતકના હાથે દોરેલા ટેટુના આધારે મૃતક યુવક રાજસ્થાનના ખરપેડા ગામનો ઈશ્વર ખાતુભાઇ મનાતની હોવાનું ખુલ્યું હતું. તેના પરિવારજનોને જાણ કરતા લાશ લેવા પરિવારજનો ઇસરી પોલીસસ્ટેશને પહોંચ્યા હતા. પરિવારજનો અને સગા-સંબંધીઓ યુવકની ઓળખ કરવામાં આગા-પાછી કરતા શરૂઆતથી જ પોલીસના શંકાના દાયરામાં આવી ગયા હતા. આજ કડી અરવલ્લી જિલ્લા પોલીસતંત્ર માટે મહત્વની સાબિત થયી હતી અને યુવકની હત્યા કરનાર તેના જ બે સગ્ગા ભાઈઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા  પોલીસતંત્રએ હત્યારાઓને શોધવા વિવિધ ટિમ બનાવી બાતમીદારો સાથે રાખી સઘન તપાસ હાથધરાતા મૃતક યુવકની હત્યા તેની માતાની અંતિમક્રિયામાં ન બોલાવતા થયેલી બબાલમાં તેના બે સગ્ગા ભાઈ પ્રકાશ અને પારસે બબાલ કરી પ્રકાશે કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી બે દિવસ ઘરે મૂકી રાખ્યા પછી હત્યાનું પાપ છુપાવવા રાજસ્થાનને અડીને આવેલા મેઘરજના મોટીમોરી ગામની સીમમાં ચાદર વીંટાળી બાઈક પર લઈ આવી નાખી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેને પગલે બંને ભાઈઓને દબોચી લઈ સઘન પૂછપરછ કરતા તેમની માતાના અંતિમક્રિયાની ઈશ્વરને  જાણ ન કરતા અને અગાઉ થયેલ ઘરકંકાસમાં હત્યા કરી દીધી હોવાની કબૂલાત કરતા બંને ભાઈઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ હત્યાનો ભેદ ઉકેલવામાં જિલ્લા પોલીસતંત્ર સફળ રહ્યું હતું.રાજસ્થાનના ખરપાડા ગામમાં રહેતા ત્રણ ભાઈઓ માંથી ઈશ્વર ખાતુંભાઈ મનાત તેના ભાઈઓ સાથે ઘરકંકાસ થતા તેની સાસરીમાં રહેતો હતો ૧ ફેબ્રુઆરીએ તેની માતા હાજુંબેન માનસિક રીતે બીમાર હોવાથી અગમ્ય કારણોસર સળગી મરણ જતા તેના ભાઈ પ્રકાશ ખાતુભાઇ મનાત અને પારસ ખાતુભાઇ મનાતે ઈશ્વરભાઈને જાણ કર્યા વગર અંતિમક્રિયા કરી દેતા તેની માતાના મોતના સમાચાર મળતા તેના વતન ખરપાડા ઘરે પહોંચ્યો હતો અને તેના બંને ભાઈઓને ઠપકો આપતા ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને ભાઈઓએ માથાકૂટ કરતા ઈશ્વર સાથે મારઝૂડ કરી પ્રકાશે ઈશ્વરના માથામાં કુહાડીના ઘા ઝીંકી દઈ ઈશ્વરની હત્યા કરી દીધી હતી. માતાનું મરણ થયું હોવાથી લોકોની અવર-જવર રહેતા બે દિવસ ઘર નજીક ઢાળિયામાં ઈશ્વરની લાશને સંતાડી રાખી મોકો મળતા રાત્રીના સુમારે બંને ભાઈઓ ઈશ્વરની લાશને ચાદરમાં વીંટાળી બાઈક પર મૂકી મેઘરજના મોટીમોરી ગામની સીમમાં ફેંકી દીધી હતી. આખરે પાપ છાપરે ચઢીને પોકારે તેમ તેમના ભાઈની લાશને ઓળખવાની આનાકાની કરવાનું ભારે પડી ગયું હોય તેમ શંકાના દાયરામાં આવી જતા હત્યાનો ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહી હતી.

કેતન પ્રણામી
અરવલ્લી