મોડાસા રૂરલ પોલીસે માસ્કના દંડ માટે ટ્રક-ટ્રેલર ઉભું રાખતા અંદરથી 53 હજારનો દારૂ મળ્યો :મોડાસા પોલીસને જોઈ ને ચાલક-ક્લીનર ભાગી છૂટ્યા
ગુજરાતમાં દારૂબંધીનો બુટલેગર્સ વર્ષોથી ફાયદો ઉઠાવી રહ્યા છે બુટલેગર નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે.
મોડાસા રૂરલ પોલીસે હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ફેલાતી અટકાવવા વાહન ચાલકોને માસ્ક ફરજિયાત પહેરવાની અમલવારી કરાવી રહી છે. ત્યારે રાજેન્દ્ર નગર ચોકડી નજીક રાજસ્થાન તરફથી આવતા માસ્ક પહેર્યા વગરના વાહન ચાલકોને દંડની કાર્યવાહી હાથધરી હતી. શામળાજી તરફથી આવી રહેલા ટ્રક-ટ્રેલરના ચાલક-ક્લીનરે માસ્ક પહેર્યું ન હોવાથી દંડ કરવા અટકાવવા જતા ટ્રક-ટ્રેલરના ચાલકે ટ્રેલર દોડવી મૂકી આગળ રોડ પર ઉભું રાખી ટ્રેલર ચાલક-ક્લીનર ઝાડી ઝાંખરામાં થઈ ભાગી જતા પોલીસે ટ્રક-ટ્રેલરમાં તપાસ કરી તો કેબિનમાં સંતાડેલો ૫૩ હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેને જોઈ પોલીસે ચોંકી ગઈ હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.મોડાસા રૂરલ પીઆઇ એસ. એન. પટેલ અને તેમની ટીમે રાજેન્દ્ર નગર ચોકડી ખાતે શામળાજી તરફથી આવતાં વાહનોનું માસ્ક ન પહેર્યા હોય તેવા વ્યક્તિઓનું ચેકીંગ કરી દંડાત્મક કાર્યવાહી હાથધરી હતી, તે દરમિયાન શામળાજી તરફથી આવી રહેલા ટ્રક ટ્રેઈલરના ડ્રાઈવર ક્લીનરે માસ્ક પહેરેલું ન હોવાથી દંડ કરવા માટે અને ટ્રક-ટ્રેલર સાઈડમાં લેવાનો ઈશારો કરતાં ટ્રક ચાલકે ગાડી ઉભી રાખી નહીં અને હિંમતનગર રોડ પર તરફ હંકારી મૂકી હતી. આગળ જઈ ટ્રક રોડની સાઈડમાં ઉભી રાખી ખેતરોમાં ઝાડી ઝાંખરા પાછળ થઈને ભાગી ગયા હતા. જેથી શંકા જતાં પોલીસે ટ્રક-કન્ટેનર ચેક કરતાં તેમાં માર્બલ ચીપ્સ ભરેલી હતી. ગાડીની કેબીનના માંથી સંતાડી રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-૮૪ કિંમત રૂપિયા ૫૩૪૦૦ /- નો જથ્થો જપ્ત કરી ટ્રક ટ્રેલર કિં. રૂ. ૧૦૦૦૦૦૦/- મળી કુલ.રૂ.૧૦૫૩૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ટ્રક-કન્ટેનર ચાલક-ક્લીનર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
કેતન પ્રણામી
અરવલ્લી