TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લામાં “ બકરીઇદ ” નિમિત્તે જાહેર કે ખાનગી જગ્યામાં પશુની કુરબાની કે પ્રાણીઓને શણગારી સરઘસ આકારે ફેરવવા પર પ્રતિબંધિક હુકમો જાહેર કરાયા

કોવિડ-૧૯ની મહામારી ચાલતી હોઇ તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે, જાહેર જગ્યામાં થુંકવા પર પ્રતિબંધ"

મુસ્લિમ ધર્મનો “ બકરીઇદ ” (ઇદ-ઉલ-અઝા ) તા. ૦૧ ઓગસ્ટ ૨૦૨૦ના તહેવાર આવે છે, આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની  (Sacrifice ) આપવામાં આવે છે, અને આ કુરબાની (Sacrifice ) જાહેર કે ખાનગી સ્થળે, મહોલ્લા કે ગલીમાં દેખાય તે રીતે કોઇ પણ પશુની કતલ કરવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુબાવાના કારણે સુલેહ શાંતિનો ભંગ થવાનો સંભવ રહે છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહેલ હોઇ, જે અંગે સરકારશ્રી દ્રારા વખતો વખત ગાઇડલાઇન બહાર પાડી કોરોના વાયરસને નિયંત્રીત કરવા માટેના તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહેલ છે, તેમજ હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહેલ છે, આથી પરિસ્થિતીને ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ સમગ્ર જિલ્લામાં  જિલ્લા મેજિસ્ટ્રેટ અમૃતેશ ઔરંગાબાદકર, અરવલ્લી જિલ્લા, મોડાસાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમની સને ૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨ )ની કલમ-૧૪૪ મુજબ જરૂરી હુકમો કરાયા છે. જેથી અરવલ્લી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ મોટી મસ્જિદો, ઇદગાહોમાં બકરી ઇદના તહેવાર અન્વયે મોટા પ્રમાણમાં લોકો નમાજ માટે એકત્રિત થવાનો કે જુલુસ યોજવાની શકયતા હોઇ તેવા આગેવાનો/ટ્રસ્ટીઓ /સંચાલકો/મૌલવીઓને કોવિડ-૧૯ અન્વયે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ  કોઇ પણ વ્યકિતએ કોઇ પણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં શેરીઓમાં કે મહોલ્લાઓમાં વગેરે જગ્યાએ જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહી તેમજ કોઇ પણ પ્રાણીને શણગારીને એકલા સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા નહી,  “ બકરીઇદ ” તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહી, કોવિડ-૧૯ની મહામારી ચાલતી હોઇ તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે, જાહેર જગ્યામાં કોઇ પણ વ્યકિતએ થુંકવું નહી. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લઘન કરનાર ઇસમ ચારતીય ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ ના અધિનિયમ-૪૫ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

કેતન પ્રણામી
અરવલ્લી