*ગુજરાતના 69 શકુનિઓ ઉદેપુર ની હોટલમાં જુગાર રમતા ઝડપાયા 25 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત : 30 જુગારીઓ ફરાર*
ગુજરાતમાં શ્રાવણ મહિનામાં ઠેર ઠેર શ્રાવણીઓ જુગાર રમાડવામાં આવે છે હાલ ગુજરાતમાં માલેતુજાર શકુનિઓ વીકએન્ડમાં રાજસ્થાન અને ગોવા જુગાર રમવા ઉપડી જતા હોય છે.
અત્યાર સુધી અનેક ગુજરાતી શકુનિઓ અન્ય રાજ્યોમાં જુગાર રમતા ઝડપાઈ ચુક્યા છે. ત્યારે રાજસ્થાનના ઉદેપુરમાં દેબરી રેલવે સ્ટેશન નજીક આવેલી ઉદયબાગ હોટલમાં હાઈપ્રોફાઇલ જુગાર રમાતો હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસે રેડ કરી હતી.આ હોટલમાં ૧૦૦ થી વધુ જુગારીઓ હારજીતની બાજી લગાવી બેઠા હતા અને પોલીસ ત્રાટકતા ૬૯ ગુજરાતી શકુનિઓને ઝડપી પાડ્યા હતા ૩૦ થી વધુ જુગારીઓ પોલીસને થાપ આપી ભાગી છૂટ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી રાજસ્થાન પોલીસે ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર,શનિવારે ગુજરાત માંથી ૧૦૦ થી વધુ જુગારીઓ ઉદેપુરની ઉદયબાગ હોટલમાં જુગાર રમવા પહોંચ્યા હતા ત્યારે શનિવારે રાત્રે ઉદય બાગ હોટલ પર સ્થાનિક પોલીસ ત્રાટકી હોટલમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. જુગાર રમતા ૬૯ જુગારીઓ ઝડપી લઈ ડબોક પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.સુત્રોના જણાવ્યા પ્રમાણે ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ ઉપર ચારથી પાંચ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત પોલીસની મોટી ટીમ કાર્યવાહીમાં જોડાઈ છે મોડી રાત્રે થયેલી આ કાર્યવાહી બાદ હોટલમાં હડકંપ મચી ગયો હતો. જુગારીઓમાં પોલીસ પકડ થી બચવા ભારે દોડધામ મચી હતી ૧૦૦ થી વધુ લોકો જુગાર રમતા હતા જોકે, કેટલાક લોકો ઘટના સ્થળેથી ભાગવા માટે સફળ થયા હતા.૬૯ શકુનિઓને પોલીસે ૨૫ લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
કેતન પ્રણામી
અરવલ્લી