TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા: પીકઅપ ડાલામાં પશુ સાથે પસાર થતા કસાઈને અટકાવતા કસાઈઓના ટોળાનો ભોઈવાડા પર પથ્થરમારો, પોલીસ ઘટનાસ્થળે

કેતન પ્રણામી અરવલ્લી 

અરવલ્લી જિલ્લામાં લોકડાઉનમાં બુટલેગરો અને કસાઈઓ બેફામ બન્યા હોય તેમ ગેરકાયદેસર હેરાફેરી કરી રહ્યા છે. મોડાસા શહેરના ભોઈવાડા વિસ્તારમાં પવિત્ર રમજાનના પ્રથમ દિવસે જ બે જૂથ વચ્ચે ઘર્ષણ થતા કોમી એકતાને પલીતો ચંપાય તે પહેલા પોલીસે સ્થિતિ કાબુમાં લીધી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. શનિવારે સવારે ભોઈવાડાના નાકે બેઠેલા કેટલાક

સ્થાનિક યુવાનોએ બેફામ ગતિએ પીકઅપ ડાલામાં પશુઓ ભરી પસાર થતા કસાઈને અટકાવતા કસાઈએ દાદાગીરી કરી ઘર્ષણમાં ઉતારતા મામલો બિચકાતા કસાઈ અને યુવકો વચ્ચે હાથાપાઈ થતા કસાઈના માથામાં વાગતા લોહીલુહાણ બન્યો હતો. આ અંગેની જાણ કસાઈઓને થતા ૨૦૦ થી વધુનું ટોળું પથ્થરો સાથે ધસી આવી ભોઈવાડા વિસ્તારમાં હુમલો કરતા અચાનક થયેલા પથ્થરમારા થી સ્થાનિકો ફફડી ઉઠ્યા હતા. પથ્થરમારાના પગલે ભરેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું


હતું. બે જૂથ વચ્ચે અથડામણ થતા પોલીસકાફલો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લઈ કોમ્બિંગ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મોડાસા ટાઉન પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી. મોડાસાના ભોઈવાડા વિસ્તારમાંથી પીકઅપ ડાલામાં ગેરકાયદેસર પશુઓ ભરી કસાઈઓ બેફામ ગતિએ પસાર થતા હોવાથી સ્થાનિકોએ પીકપડાલા ના ચાલકોને ધીમી ગતિએ પીકપડાલા હંકારવા જણાવ્યું હોવા છતાં બિન્દાસ્ત બનેલા કસાઈઓ ફુલસ્પીડે પશુઓ ભરી પીકપડાલુ લઈ હેરાફેરી ચાલુ રાખી હતી.