અરવલ્લી માં કુખ્યાત કાલબેલિયા ગેંગના આરોપીને L.C.B એ દબોચ્યા :૮ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણી ખુલી
*ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી*
જીલ્લામાં રાજસ્થાનની કાલબેલિયા ગેંગ ઘરફોડ ચોરી અને તસ્કરીના ગુનાઓમાં મોટા પ્રમાણમાં સંડોવાયેલી છે.
સમયાંતરે પોલીસ કાલબેલિયા ગેંગના આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દે છે. તેમ છતાં જેલવાસ ભોગવ્યા પછી ફરીથી ઘરફોડ ચોરી આચરતી હોય છે. હાલ તો કાલબેલિયા ગેંગના મોટા ભાગના આરોપીઓ જેલમાં હોવાથી ઘરફોડ ચોરીના ગુનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે જીલ્લા એલસીબી પોલીસે ટીંટોઈ ઓવરબ્રીજ નજીકથી પસાર થતા કાલબેલીયા ગેંગના રાહુલનાથ રમેશભાઈ જોગીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.અરવલ્લી એલસીબી પીઆઇ આર.કે.પરમારે ચાર્જ સાંભળતાની સાથે જીલ્લામાં નોંધાયેલ વિવિધ ગુનાના ભેદ ઉકેલવા લાગ્યા છે ત્યારે જીલ્લા એલસીબી પોલીસને કાલબેલિયા ગેંગનો સદસ્ય ટીંટોઈ નજીકથી પસાર થવાનો હોવાની બાતમી મળતા સોમવારે એલસીબી પોલીસે વિવિધ ટીમ બનાવી ટીંટોઈ નજીક વોચમાં ગોઠવાઈ હતી. બાતમી આધારિત શખ્શ ટીંટોઈ ઓવરબ્રીજ પાસેથી પસાર થતા એલસીબી પોલીસે ઓવરબ્રિજ આજુબાજુનો વિસ્તાર કોર્ડન કરી રાહુલનાથ રમેશભાઈ જોગી (રહે, બદલાફળી,ખેરવાડા, રાજસ્થાન) ને ઝડપી પાડી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા-૪, ભિલોડા પો.સ્ટે.માં નોંધાયેલા-૩ અને શામળાજી પો.સ્ટે માં નોંધાયેલા-૧ ગુનામાં સંડોવાયેલા આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.શામળાજી પોલીસે ઇ-ગુજકોપની મદદથી સગીરાનું અપહરણ કરનાર શખ્શને સગીરા સાથે ઝડપ્યોશામળાજી ઇન્ચાર્જ પીએસઆઈ કે.એસ.સિસોદિયાએ આરટીઓ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતાં રાજસ્થાન તરફથી આવતા પેસેન્જર વાહનમાંથી એક યુવક અને યુવતી ચાલવા લાગતા પોલીસે શંકાસ્પદ યુવક-યુવતીને અટકાવી યુવકનું નામ પુછતાં ધુલેશ્વર હામજી અહારી (રહે,ભટવાડા,ડુંગરપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ નામ ઈ-ગુજકોપ પોકેટકોપ મોબાઈલમાં સર્ચ કરતાં યુવક વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધાયેલો હોવાની સાથે પોલીસ પક્કડથી દૂર હોવાથી શામળાજી પોલીસે ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડી સોલા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.
કેતન પ્રણામી
અરવલ્લી